Carry on Kesar – Gujarati Movie Review
Cast: Supriya Pathak Kapur, Darshan Jariwalla, Avani Modi, Archan Trivedi & Ritesh Mobh.
Music: Sachin Jigar.
Background Score: Rajiv Bhatt.
Direction: Vipul Mehta.
બાને ઘેર બાબો આવ્યો નાટક જોયું છે તમે? જો હા, તો પણ એક વખત ‘Carry on કેસર’ ફિલ્મ જોજો. National Award Winning Actor દર્શન જરીવાલા અને અનેક હિન્દી ફિલ્મ કરી ચૂકેલ સુપ્રિયા પાઠકની જોડીની magical chemistry & અદભૂત અભિનય એ ફિલ્મનું જમા પાસું છે. Trailer જોઈને વાર્તા તો સમજી જ ગયા હશો કે શું છે, પણ કેવી રીતે છે એના માટે તમારે મુવી જોવી પડશે. આધેડ વયે મા-બાપ બનવાનું સુખ અને દુઃખ શું હોઈ શકે એ વાત ખુબ સુંદર રીતે કહી છે, ટૂંકમાં શું ગમ્યું અને શું ખટક્યું એ કહી દઉં..
Best Scene: જયારે કેસર (સુપ્રિયા પાઠક) અરીસાની સામે ઉભા રહીને શામજી ભાઈને સમજાવે છે કેમ પચાસે પહોંચીને મા-બાપ બનવું અશક્ય છે. ‘આહાહાહા…શું એક્ટિંગ કરી છે બેવ જણાએ’ #અદભૂત
ગમી જાય એવું ગીત: કાળજાનો કટકો penned by સ્નેહા દેસાઈ, sung by અલકા યાજ્ઞિક.
‘વાહ‘ Dialogue: ‘છબી ગમે તેવી હોય, એને સમાવી લે એ ફ્રેમ .. વ્યક્તિ ગમે તેવી હોય, એને સ્વીકારી લે એ પ્રેમ’ (Dialogues Penned by અંકિત ત્રિવેદી & ભૂમિકા ત્રિવેદી)
દાઝ ચડે એવું (#મારાજેવાલોકોને) : માંડ બધું જામ્યું હોય ત્યાં આવી જતું unnecessary સોન્ગ & Forced Romance.
ના સમજાય એવું (#મારાજેવાલોકોને) : Remember Ranbir Kapoor asks one question to Shah Rukh Khan & Aishwarya Bachchan in ADHM film – “I’m sorry par Aap ye lines રટ ke aate ho ?” If not, Have a look at this video called Ranbir Kapoor’s reaction !! (you have to click on Ranbir’s name). મારી હાલત same આવી જ હતી જયારે ઈમોશનલ ડાયલોગબાજીનો ઓવરડોઝ થઇ જતો હતો .. ઘણી બધી વખત મારે બાજુમાં બેઠેલ કવિ નૈષધ પુરાણીનો સહારો લેવો પડ્યો to understand few lines.
તારીફ-એ-કાબિલ: ફિલ્મનો સબ્જેક્ટ & વિપુલ મહેતાના efforts. ગામડાના કોઈક ખૂણે જો IVF ટેક્નિકની વાત એવા દંપતી સુધી પહોંચી જાય જેનો ખોળો સુનો છે તો પણ મેહનત વસૂલ કહેવાશે. Carry onકેસર એટલે એક સિમ્પલ વાર્તા+સારી ટ્રીટમેન્ટ + દાદૂ પર્ફોર્મન્સ by Darshan Jariwalla & Supriya Pathak Kapur.
Watchable or Not: નાના ને ગમે કે ના ગમે, કુટુંબના મોટા સભ્યોને 100% ગમશે! A Must Watch for 40+ કપલ્સ।
P.S 2017માં આખરે પેહલી એવી ગુજરાતી ફિલ્મ આવી જેને જોઈને (3.5/5) આપવાનું મન થઇ જાય!! (અમિતાભ બચ્ચન અને જયાજી કેમીઓ માટે અડધો પોઇન્ટ વધુ)
No Comments