Daav Thai Gayo Yaar Gujarati Movie Review
Genre: Slapstick Comedy.
Cast: Mitra Gadhvi, Mayur Chauhan, Mukesh Rao, Dharmesh Vyas, Sunil Vishrani, Maulika Patel, Khushbu Padiyar and Kavisha Shah.
Music: Parth Bharat Thakkar.
Director: Dushyant Patel.
જો આ ફિલ્મ ના લિસ્ટમાં ના હોત તો 110% મેં રીવ્યુ શેર કરવાનું Avoid કર્યું હોત. લોકોમાં એક અલગ જ લેવલની અપેક્ષા ઉભી કરવામાં ‘દાવ થઈ ગયો યાર’ સફળ રહી, પણ એની ઉપર પાણી ફેરવવામાં ડબલ સફળ રહી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક વર્ગ જ્યારે ખરેખર મેહનત કરીને ક્વોલિટી સિનેમા તરફ આગળ વધવાનો પ્રયત્ન કરતો હોય એવામાં અમુક પ્રકારની ફિલ્મ મનમાં અગણિત સવાલ ઉભા કરી દે છે.
દાવ થઈ ગયો યાર ફિલ્મ પણ આજકાલ જે ગાડરિયો પ્રવાહ ચાલી રહ્યો છે એ રીતે 3 મિત્રોની વાર્તા છે જેને જોતા પેહલો સવાલ એમ થાય કે ક્યાં સુધી ‘છેલ્લો દિવસ’ના લાઈન પર ચાલશો ? U- સર્ટિફિકેટમાં રાખી સાવંત (કદાચ) મ્યુટ થાય અને ‘મા#*ર’ જેવા શબ્દો ખુલ્લેઆમ હોય? ( ઉડતાપંજાબ પણ વિચારતું હશે કે અમારો શું વાંક #Lol )! બોર-ચણીના (Sounds like B*%$D#) જેવા શબ્દો સાંભળીને Delhi Belly વાળા વિચારતા હશે કે next ફિલ્મ ગુજરાતીમાં બનાવીયે #IMAJoking 😀 !!
મયુર ચૌહાણ ‘ડેની’ની જગ્યા એ ‘નરિયા’ તરીકે વધુ સારો હતો અને મિત્ર ગઢવીને ‘લોય’ તરીકે યાદ રાખવું હિતાવહ રેહશે. બની શકે કે આ ફિલ્મ જે ઓડિયન્સ માટે બનાવી છે એ હું નથી કારણ કે ગણીને 2 સીન અને 2 ગીતમાં મને પૈસા વસૂલ લાગ્યા.
Laughable Scene: Love confession by મિત્ર ગઢવી & Few situational કોમેડી.
Entertaining Part of the Film: પાર્થ ઠક્કરનું મ્યુઝિક, ખાસ કરીને અરમાન મલિક સાથે એશ્વર્યા મજમુદારના અવાજમાં આવતું ‘મન ગમતું’ ગીત.
સળગતો સવાલ: કોઈનું મૂત્રવિસર્જન આપણને કેટલી વાર હસાવી શકે?
Watchable or Not: At Your Own Risk. ઉડીને આંખે વળગે એવી ટેક્નિકલ ભૂલોથી ભરેલ દાવ થઈ ગયો યાર ફિલ્મથી હું એક જ આશા રાખું છું કે હવે એ પરંપરા/ભ્રમનો અંત આવે જેમાં મોટા ભાગે લોકોને લાગે છે કે 3 મિત્રો અને ચીપ કોમેડી સીન્સનો કોમ્બો બનાવીએ તો જ ગુજરાતી ફિલ્મ ચાલશે!! રિજનલ સિનેમા પણ મસ્તીઝાદેના રસ્તે ચાલશે તો કેમનો મેળ પડશે? આ ફિલ્મ ખરેખર એક સારી કોમેડી મુવી થઈ શકેત પણ એની પેહલા જ દાવ થઈ ગયો. U- સર્ટિફિકેટ જોઈને મુવી જોવા જશો તો ફેમિલી સામે તમારો દાવ થઈ જશે.
P.S મયુર ચૌહાણની જ કોમેડી જોવી હોય, તો Ame Aava j Chhiye Youtube channel is a better option.
2 Comments
jay prajapati says:
June 28, 2016 at 8:58 pm
Chello divas joi ne badha ne gujrati film gamva lagi pan ana pachi koi sari film avi j nathi loko pa6a gujju Film’s ne avoid karva lagya che
Ama a 4-5 j fix a AVA ACTORS main hoy che Amna shivay koi gujjh Film industrya che j nai k shu ak na ak actors vali Film’s NAI serial lage
Snehal modi says:
June 29, 2016 at 12:19 am
…. Tara reviEw pehla j Hu 7:30 na show ma jato rahyo to
Tras thai gayo yaar….