Dhantya Open – Gujarati Movie Review

    Cast: Kiran Kumar, Naresh Kanodia, Manav Gohil, Revanta Sarabhai, Jinal Belani, Abhinay Banker &  Anooradha Patel.

    Music: Tapas Relia.

    Director: Ajay Phansekar.

     

    જયારે સાંભળ્યું કે નરેશ કનોડિયાની કારકિર્દીનો પેહલો negative  રોલ છે ત્યારથી જ હું excited હતી ‘ધનત્યા Open” માટે  .. આમ પણ ઘણા વખતથી એક સપનું હતું કે ગુજરાતી Industry ના ધુરંધર કલાકારોને એક વાર Multiplex ના મોટા પડદે જોઉં. પેહલી એવી ગુજરાતી ફિલ્મ જોઈ જે Action, Romance, Crime, Drama ના  Genre નું મિશ્રણ હતું અને સાચું કહું તો મજા  પણ આવી. હા, એ વસ્તુ અલગ છે કે મારા જેવા લોકોને ખબર જ નહિ પડે કે ફિલ્મનું ટાઇટલ ‘ધનત્યા Open’   કેમ છે 😛

     

    ઈન્ટરવલ સુધી વાર્તાના build up માં સમય નીકળી જાય છે પણ ઈન્ટરવલ પછી થોડીક Predictable હોવાના લીધે લાંબી લાગતી  Dhantya Open નો બેસ્ટ પાર્ટ કોઈ હોય તો એ છે દરેક કલાકારની મેહનત અને તપસ રેલીયાનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક.  જ્યાં જ્યાં ફિલ્મ નબળી પડે છે ત્યાં ત્યાં સંગીતના સહારે તરી જાય છે. Debutant રેવંતા સારાભાઈની એન્ટ્રી સારી રહી (ફિલ્મમાં પણ અને Industry માં પણ)!  જુગારના ધંધાના કિંગ ગણાતા ધનત્યા ભાઈના રોલમાં કિરણ કુમાર જામે  છે. અભિનય બેંકરની સ્ક્રિન પ્રેઝન્સ વધુ હોત તો મજા  આવેત. ટેક્નિકલ ભૂલોને બાજુમાં પડતી મૂકીને ફટાફટ કહી દઉં કે શું ગમ્યું અને શું ના ગમ્યું.

     

     

    તારીફ-એ -કાબિલ: Director અજય ફણસેકર &  Film કલાકારો,  ખાસ કરીને માનવ ગોહિલ અને કિરણ કુમાર.

     

    ગમેable ગીત: મનડું મારુ sung by Swaroop Khan.

     

    Best Scene: કિરણ કુમાર અને નરેશ કનોડિયા વચ્ચેનું બબાલિયુ conversation.

     

    ઢીલો  part:  ફિલ્મની લંબાઈ અને એક્શન. ઈન્ટરવલ પછીનો અમુક પાર્ટ બોર કરે છે .. છેલ્લે આવતા એક્શન સીન્સ વધુ સારા થઇ શક્યા હોત.

     

    Watchable OR Not: 100% Yes. એક વખત તો જોવાય જ  ખાસ કરીને માનવ ગોહિલ, કિરણ કુમાર & નરેશ કનોડિયા માટે  🙂

     

    P.S મારા માટે પેહલી ગુજરાતી મસાલા મુવી કહી શકાય 🙂

     

     

     

    3
    Related Post