Karsandas Pay And Use – Gujarati Movie Review

    Karsandas Pay and Use

    Genre: Romance.

    Cast: Mayur Chauhan, Deeksha Joshi, Hemang Shah, Jay Bhatt & Chetan Daiya.

    Background Score: Amar Mohile.

    Director: Krishnadev Yagnik.

     

    જયારે છેલ્લો દિવસના મેકર્સ  ગુજરાતી ફિલ્મ લઈને આવે એટલે પેહલો સવાલ એક જ થાય કે, શું પ્રેમનું આ પ્રેશર અપેક્ષાના પ્રેશરને પહોંચી વળશે ?  તો જવાબ છે હા.. અને આ ‘હા’માં મારી હાંશ પણ ભળી છે કારણકે નરેશ કનોડિયાના અલગ રોલથી લઈને  અમિતાભ બચ્ચનના કેમીઓથી પણ જે વાત ૨૦૧૭ માં  ‘ના’ બની એ વાત આખરે તિલોક (મયુર ચૌહાણ) અને સુંદરે (હેમાંગ શાહ) કરી બતાવી!!

     

    Yes, વર્ષ ૨૦૧૭ ની પેહલી એવી ગુજરાતી ફિલ્મ આવી જેને 1 જ અઠવાડિયામાં સવા બે કરોડનો  (2.23 Cr) વકરો બોક્સ ઓફિસ પર કરી લીધો છે અને હજી પણ હાઉસફુલ  જઈ   રહી છે  ..

     

    જો કે મેં તો મારા વિડિઓ રીવ્યુમાં જ કહી દીધું હતું કે આ ફિલ્મમાં  ભીડ-ભીડના ભડાકા થયે જ છૂટકો ..અને એનું ખાસ કારણ ? ચલો જણાવું મારા Quick Reviewમાં ;

     

    Best Part: પેહલી ૧૫ મિનિટમાં જ ગમી જાય એવો મયુર, હેમાંગ, અને દીક્ષા નો અભિનય સાથે વાર્તાની રજૂઆત… એક સમયે વાર્તા ઢીલી લાગે પણ એની ટ્રીટમેન્ટમાં ક્યાંય કોઈજ કચાશ નહિ અને જય ભટ્ટ, ચેતન  દૈયા, રાહુલ રાવલ જેવા દરેક કલાકારની નોંધપાત્ર મેહનત. (છેલ્લો દિવસમાં પણ આ જ વાત સૌથી વધુ ગમી હતી કે નાનામાં નાના કલાકારનો પણ ઉમદા અભિનય હતો).  

     

    ત્રણ નવી વાતો જે ફિલ્મ થાકી જાણવા મળી :

    1. સોડી અયડી જાય તો ચેવું લાગેહ 😉
    2. સવારે લાય બળે તો શેની આંગળી કરવી.
    3. વિક્રમનું સ્ટારડમ.

     

    Best Scene: સુંદરની કસ્ટમર શોધવાની રીત, સુંદરનો રીક્શાફોડ સીન અને વાત જયારે આવી જાય છે તિલોકની ઓકાત બતાવાની – Right before the Interval. #Intense

     

    ગમી જાય એવું ગીત: તને લવ કરું કે બે વીઘા ઘઉં કરું sung by Pravin Luni 😀

     

    ‘વાહ’ ડાઈલોગ:  મારુ કામ સફાઈ કરવાનું  છે, ગંદકી કરવાનું નહિ મારુ કામ”

     

    તારીફકાબિલ: ફિલ્મનો સબ્જેક્ટ & Production Quality. આખરે પેહલી વખત ગુજરાતી એક્ટરને હીરોવાળી ટ્રીટમેન્ટ કોઈકે આપી તો ખરી…

     

    કંટાળો ઉપજાવે: ચીકી અને ચવાણું માંગતા બાળકો સાથે લંબાઈ જતો રિપોર્ટરવાળો સીન.

     

    (#મારાજેવાલોકોને) ના સમજાય એવું: ટિપિકલ ગુજરાતી કેહવત અને અમુક શબ્દો (જો કે English Subtitles છે  એટલે વાંધો નહિ આવે).

     

    Watchable or Not: તમ હંધાયની બોલતી બંધ કરી દે એવું દાદુ પરફોર્મન્સ આપતા તિલોક (Mayur Chauhan aka Micheal) અને જયાની (Deeksha Joshi) લવસ્ટોરી એક વાર ચોક્કસ થી જોવાય. Go, Pay & Watch Karsandas Pay And Use!

     

    P.S હલકાઈ ની તમામ હદ પર કરી દેતા સુંદર (Hemang Shah) ની વાત માં છુપાયેલ સેન્સિબલ મેસેજ જો વધારે લોકો સુધી પહોંચે તો પિક્ચરમાં કામ કરેલ દરેક વ્યક્તિની મેહનત સફળ કહેવાશે

     

     

     

     

     

     

     

    3.5
    Related Post