Polam Pol Gujarati Movie Review

Posted by | · · · · · · · · · · | Blog · Movie Reviews | 1 Comment on Polam Pol Gujarati Movie Review

Genre: Comedy Drama.

Cast: Jimmit Trivedi, Prem Gadhavi, Jayesh More, Ojas Rawal, Jinal Belani and Sunil Vishrani.

Dialogues: Tejas Padiaa, Prem Gadhavi & Hemin Trivedi.

Music Director: Paresh – Bhavesh.

Director: Tejas Padiaa.

 

હાંશ.. ફરીથી એક વખત એવી ગુજરાતી ફિલ્મ આવી જેણે મને વખાણવાનો મોકો આપ્યો, પણ વખાણ શરુ કરતા પેહલા તમે વખોડી શકો છો એવા પોઈન્ટ્સ કહી દઉં. 1) મુવીની લંબાઈ 2) ઈન્ટરવલ પેહલાની, વાર્તા જે કદાચ તમને થોડેક અંશે પકાવે & 3) કોમેડીની ચોક્ખાઈ (હા અમુક લોકોને ચોખ્ખી કોમેડી નથી પચતી #Sarcasm). એટલે આટલા ઇશ્યુસ તમને રેહશે જેને બાજુ પર મુકવા મજબુર કરશે ઈન્ટરવલ પછીનો ભાગ. જોરદાર હ્યુમરથી ભરેલ સીન્સ, ફની વન લાઈનર્સ / ડાઈલોગ્સ અને કલાકારનું કામ જ છે જેના લીધે મને આ ફિલ્મ વખાણવાનો મોકો મળ્યો છે 🙂

 

 

છેલ્લે ‘ગુજ્જુભાઈ ધી ગ્રેટ’ માં તાળીઓ સાંભળી હતી અને ત્યારબાદ કલાકાર ‘પ્રેમ ગઢવી’ના કામ પર તાળીયો સાંભળી. જયેશ મોરે અને પ્રેમ ગઢવી ખુબ જાણીતું નામ છે થીયેટર જગતનું, પણ મારા જેવા માટે એમનું કામ માણવાનો આ પેહલો અનુભવ હતો જેના માટે ખાલી એટલું જ કહીશ કે બેય જણાએ બોસ ભુક્કા બોલાવી દીધા છે. ફિલ્મની વાર્તામાં કશું જ નવું નથી તેમ છતાં પણ સારી કોમેડી અને ગીતો જોડે women empowerment નો ખાસ મેસેજ છે. ♫ સંગીતકારપરેશ ભાવેશ એ Nakash Aziz, Palak Muchhal, Farhad Bhiwandiwala & Ash King જેવા જાણીતા બોલીવૂડ સિંગર્સને લઈને અતિ સુંદર તથા માપના જ ગીતો બનાવ્યા છે.સંગીત ખરેખર સરસ છે. ♪

 

 

છેલ્લે મને ‘કેવી રીતે જઈશ’ ફિલ્મની હિરોઈન વેરોનીકા ગૌતમ ગમી હતી અને ત્યારબાદ જીનલ બેલાની (debutante) ગમી. જેનું નામ કોમેડી જગતમાં ખુબ જાણીતું છે એવા ઓજસ રાવલ (debutant)ના ચેહરાની ગંભીરતા જોઈને લાગે છે કે ભાઈ લાંબી રેસનો ઘોડો બનશે. બંને નવોદિત કલાકાર super promising  લાગી રહ્યા  છે. ફિલ્મમાં સતત ‘બ્રેક નથી મળતો’ નું રટણ કરતો લાલો (Hemin Trivedi) ખુબ નાના રોલમાં છે પણ ખબર નહિ કેમ એનું કામ પણ ગમી ગયું.

 

 

ચાલો હવે અવાજ એ સાથ ના આપતા Audio Review બનાવાનો મેળ હમણાં નહિ પડે એટલે ટૂંકમાં લખી દઉં કે શું ગમ્યું ને શું ના ગમ્યું 😉

 

 

Dhilo Part: Pre-Interval…બોરમબોર થઇ ગયું હતું, કનેક્ટ જ નહોતો બેસતો!

 

Missing Part: સતત એન્ગેજ કરી રાખે એવું factor.

 

Favorite Line: પૈસા લૂંટાય એનો વાંધો નઈ , પણ સપના ના લૂંટાવા જોઈએ .

 

Favorite Scene: ભરેલા રીંગણાનો જ્યુસ & AMTS વાળો … Hilarious.

 

Favorite Song: Sapnaao Sacha Thashe Sung by Palak Muchhal Farhad Bhiwandiwala Penned by Iqbal Qureshi & Composed by Paresh – Bhavesh.

 

Favorite Performance: Still confused between Jayesh More (Mangi) & Prem Gadhavi (Bhikhu). દાદુ કલાકાર છે.

 

Promising Talent: Ojas Rawal.

 

Watchable or Not: Undoubtedly YES. A Good One Time Watch for Sure.

 

P.S સમયાંતરે જો આવી ગુજરાતી મુવી આવતી રેહશે તો Gujarati Film Industry ને અલગ લેવલ પર જોનારાના ‘સપનાઓ સાચા થશે’ એવું લાગે છે!

3
Sending
User Review
3.71 (7 votes)

One Comment

MIT2u says:

February 18, 2016 at 11:30 pm

Thanks @rjaditi “तु अने तारी वातो”

Reply

Leave a comment