Premji: Rise of A Warrior – Gujarati Movie Review

    કાસ્ટઃ અભિમન્યુ સિંહ, હેપી ભાવસાર, મેહુલ સોલંકી, આરોહી પટેલ, મલ્હાર પંડ્યા, નમ્રતા પાઠક અને મૌલિક જગદીશ નાયક.
    ડિરેક્ટરઃ વિજયગીરી ગોસ્વામી.

     

    વિજયગીરી-જેમની અનેક શોર્ટ ફિલ્મ વખણાઈ ચુકી છે એમણે પ્રેમજી સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસટ્રીમાં ડેબ્યૂ કર્યું છે. ફિલ્મનો વિષય ઘણો બોલ્ડ કહી શકાય એવો છે, આવા સબ્જેક્ટ પર ફિલ્મ બનાવી હિંમતનું કામ છે પણ શું આજનું યુથ એટલી હિંમત ધરાવે છે કે આ પ્રકારની ફિલ્મ શાંતિથી 155 મિનિટ સુઘી બેસીને જોઈ શકે? ના …

     

    પ્રેમજી – ‘આ અર્બન યુથને તથા ગ્રામિણ જીવન જીવતા નવજુવાનીયા બેયને ગમે એવી ફિલ્મ છે’ આવું સાંભળ્યું અને ટ્રેલર જોયું, ત્યારે મારી અપેક્ષા ઘણી વધી ગઈ હતી પણ જોયા બાદ એટલું સમજાઈ ગયું કે એકસાથે 2 વર્ગને ટાર્ગેટ કરવું શક્ય નથી. યા તો ડીરેક્ટરને અઘરું પડે યા તો જોવાવાળી જનતાને અઘરું પડી જાય. ફિલ્મ ઘણી ધીમી અને લાંબી લાગી મને. અભિમન્યુ સિંહનો ખુબ જ નાનો પણ અસરકારક રોલ છે અને સૌથી મજબુત એક્ટ્રેસ છે હેપી ભાવસાર, એમના પછી તમને જેની સાથે કનેક્ટ બેસશે એ છે મૌલિક જગદીશ નાયક ( એના વગર આ ફિલ્મ જોવાની કલ્પના કરવી પણ અઘરી છે) મેહુલ સોલંકીની મેહનત વખાણવા લાયક છે, પ્રેમજી કેરેક્ટરને એણે નસ નસમાં સમાવીને દાદુ એક્ટિંગ કરી છે અને મલ્હાર પંડ્યા – ‘Promising Talent’ છે.

     

    પણ ખેર , ગુજરાતી સિનેમાને પોત્સાહન પૂરું પાડવા માટે આપણે રેડી તો છીએ જ પણ છેલ્લે આપણી માનસિકતા તો એ જ રેહશે કે જેટલા રૂપિયા હું બોલીવુડ કે હોલીવુડની ફિલ્મ પાછળ નાંખુ છું એટલા રૂપિયા જો હું ગુજરાતી ફિલ્મ પાછળ નાખું તો શું મારા પૈસા વસૂલ થશે ? વેલ, જો તમે મારા જેવા હશો તો પ્રેમજીમાં તો નહિ થાય એવું મને લાગે છે તેમ છતાં તમને ગમી કે નહિ એ ખાસ કેહજો જેથી આવનાર ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર જાણી શકે કે તમારી અપેક્ષા શું છે? અને હા, પ્રેમજીની ટીકીટ એટલી પણ મોંઘી નથી કે તમે એક વાર ચાન્સ ના આપો.

     

    Final word: ‘બોલ્ડ વિષય’ અને ‘મૌલિક નાયકની કોમેડી’ દર્શકોને ‘પૈસા વસુલ થયા છે ‘types feel’ આપશે બાકી સબ્જેકટીવ ફિલ્મ ગમતી હોય તો જ ચાન્સ લેવાય.

     

    P.S. ભાખરીયો પિઝા એક ટાઇમ પર ચાલે પણ પાસ્તા અને ખિચડીને એકસાથે ચોળીને ખાવાનો મેળ ના પડે !!

    2
    Related Post