Wrong Side Raju – Movie Review

    A Must Watch Gujarati Thriller Film

    Genre: Thriller, Drama.

    Cast: Pratik Gandhi, Jayesh More, Kimberley Louisa McBeath, Ragi Jani, Asif Basra, Kavi Shastri and Hetal Puniwala.

    Director: Mikhil Musale.

    Music: Sachin – Jigar.

    Cinematography: Tribhuvan Babu.

    Singers: Vishal Dadlani, Arijit Singh, Divya Kumar, Kirtidan Gadhvi, Keerthi Sagathia and Jasleen Kaur Royal.

    Background Score: Rooshin Dalal & Kaizad Gherda.

    Language: Gujarati.

    Produced by: Cineman Productions & Phantom Films.

     

    ઉપર આટલી લાંબી ક્રેડિટ આપવાના 2 કારણ છે. પહેલું કારણ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે અને બીજું કારણ, કે જો તમે ફિલ્મ ના જોઈ હોય તો તમને થોડો Idea રહે કે કયા મોટા નામોએ કામ કર્યું છે 😉

     

    યાદ છે પેલો ઓડિયો બ્લોગ જેમાં મેં એ 5 ગુજરાતી ફિલ્મ્સનો ઉલ્લેખ કર્યો હતો જે  આ વર્ષની ‘Most Awaited Urban Gujarati Movies‘ ના લિસ્ટમાં છે ? ના યાદ હોય તો સાંભળી લેજો એ બહાને ખબર પડશે કે બીજી કઈ ફિલ્મ્સ આવી રહી છે. ‘Wrong Side રાજુ મુવી જ્યારથી Announce થઇ છે ત્યારથી હું એના રિલીઝની રાહ જોઈ રહી હતી જેનું ખાસ કારણ એ જ કે આમાં ઘણું બધું ‘પેહલી વાર’ છે જેમ કે,

     

     Slapstick Comedy Genre ના ગાડરિયા પ્રવાહને બ્રેક મારતી ‘પેહલી થ્રિલર’ ગુજરાતી મુવી છે.

     

     Phantom Filmsની ‘પેહલી’ ગુજરાતી મુવી. (અને Cineman Productions ની ત્રીજી).

     

     Arijit Singh & Vishal Dadlani એ ‘પેહલી વખત’ પોતાનો અવાજ ગુજરાતી ગીત માટે આપ્યો.

     

      ‘પેહલી વખત’ રેડિયોએ કોઈ ગુજરાતી મુવીના ગીતો વગાડ્યા જેના ટોટલ 5 ગીતમાંથી 3 ગીતો તો already સુપરહિટ છે.

     

     બૉલીવુડના કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ ‘પેહલી વખત’ ગુજરાતી ફિલ્મ માટે casting કર્યું છે. (એ વાત અલગ છે કે મને અભિષેક શાહનું casting વધુ perfect લાગ્યું છે).

     

     ‘પેહલી વખત’ National Award Child Actor “Makrand Shukla” 25 વર્ષે Screen પર જોવા મળ્યા. (એટલે મારા જેવા માટે પેહલી વખત જ કહેવાય).

     

     ‘પેહલી વખત’ Contemporary Navratri Song મોટા પડદે જોવાનો લ્હાવો મળ્યો જેમાં બ્રિટિશ Theatre Actress “Kimberley Mcbeath” એ પણ સારા સ્ટેપ્સ કર્યા છે. (Though I feel કે એ વિઝયુલિ વધુ સારો ગરબો બની શક્યો હોત).

     

     તન્મય શાહના રોલમાં British standup Comedian & Actor of YRF TV series “Kavi Shastri” ની ‘પેહલી વખત’ ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી!

     

    આ ‘પેહલી’ એવી ગુજરાતી થ્રિલર ફિલ્મ છે જેના આવતાની સાથે જ દરેક ઘરમાં એક ક્રિટિક જન્મ્યો છે:D

     


    અને હવે મારો આ રીવ્યુ તમે બીજા બધાએ લખેલ નિબંધની બરાબરીમાં મુકો એ પેહલા quickly share કરું છું કે શું ગમ્યું અને ના ગમ્યું !! 😉


     

    Refreshing Side: મ્યુઝિક – ખાસ કરીને સતરંગી રે ગીત…સચિન જીગરનું મ્યુઝિક, અરિજિતનો અવાજ અને નિરેન ભટ્ટની પેનમાં જાદુ છે. વિશાલના અવાજમાં આવતું ગીત ‘જિંદાબાદ રે’ સાંભળતા જ અંદરનું ગુજરાતીપણું જાગી જાય. પેહલી વખત બૉલીવુડ સિંગરના ઉચ્ચાર ચોખ્ખા લાગ્યા બાકી આપણા WannaBe Singers પણ ભોપાળા વાળતા હોય છે, જો કે નવરાત્રી નજીક છે એટલે આપણે તો કિર્તીદાન ગઢવીના અવાજમાં ‘ગોરી રાધા ને કાળો કાન’ Repeat mode પર વગાડવાના, But Music Loversને “કઠપૂતળા”મા કીર્તિ સાગઠીયા એ પણ મોજ કરાવી છે. (પેહલા RJ હતી એટલે સંગીત માટે જરા વધુ લગાવ છે).

     

    Best Side: 100% ગુજરાતીપણું સાચવીને પણ સંગીતકારે, કલાકારે અને ફિલ્મ મેકરે એ લેવલની મુવી બનાવી છે જેની સીધી comparison બૉલીવુડ સાથે થાય છે. (comparison જ કેમ,ટક્કર પણ આપી રહી છે).

     

    બહુજ ગમતી  Side: Background Score by Rooshin Dalal & Kaizad Gherda, આટલું અદભુત આજ સુધી નથી સાંભળ્યું.

     

    અદભુત Side: ઇન્સ્પેક્ટર ગોહિલના રોલમાં જયેશ મોરે અને અમિતાભ શાહના રોલમાં રહેલ આસિફ બસરાનું Face – Off .. ઈન્ટરવલ પછી જયારે આ સીન આવશે એટલે જયેશ મોરેની  Dialogue ડિલિવરી જોતા-જોતા તમે મને યાદ કરતા કહેશો કે પૈસા અહીંયા વસૂલ થઇ ગયા અદિતિ.

     

    ઢીલી Side: ફિલ્મની વાર્તા, One liner & કોર્ટ રૂમ સીન્સ could have been 100% better. બહુ બધા સવાલો ઉદભવે એ પ્રકારની વાર્તા છે અને એમાંય Hand-Held Camera movements એ બહુ કરી. ફિલ્મની લંબાઈ & ધીમી ગતિ થોડીક UnSehanable છે.

     

    ઉમ્મીદ પર પાણી Side: સિદ્ધાર્થ રાંદેરિયા જેવા ખતરું કલાકારને waste કરવા.

     

    અપચો  Side: Climax …100% નહિ પચે તમને!!

     

    બસ…..વધુ નહિ લખાય !! એક નવા નક્કોર ડિરેક્ટર તરીકે મોટા ભાગે લોકો હળવી, કોમેડી કે ફેમિલી drama સાથે એન્ટ્રી મારવાનું પસંદ કરે છે એવામાં મીખીલ મુસાલેની હિમ્મત અને effort દાદ માંગી લે એવી છે. આ મુવી મસાલા lovers માટે નથી. Either ગમશે Or સ્ટ્રીક્ટલી નહિ જ ગમે. મને 70% ગમી છે કારણકે મુવી જોઈને બહાર આવી ત્યારે એકાદ વસ્તુ નહિ પણ 3 વસ્તુ દિમાગમાં ચોંટેલી રહી હતી – પ્રતીક ગાંધીના natural expressions, જયેશ મોરેની દાદુ ડાઈલોગ ડિલિવરી(જોડે જોડે એનું થીમ મ્યુઝિક) અને સતરંગી રે Song.

     

    Watchable or Not: Yes, 100% Watchable … Go, Watch & Share your valuable views જે Phantom & Cineman ને હેલ્પ કરે બીજા Genre ની Films ના દરવાજા ખોલવામાં.

     

      P.S Back to Back Slapstick comedy film બનાવાના Wrong પાટે ચડી ગયેલ  Film Industryને  Right Track પર પાછી લાવે એવી શુભેચ્છા ટીમ Wrong Side Rajuને.

     

     

     

    3.25
    3.3
    Related Post